સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

દેવભુમિ દ્વારકા જીલ્લામાં કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા પોતાના ઘરથી ટ્રાફિક સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

ખંભાળિયા તા. ૧પ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક સપ્તાહનો પ્રારંભ આર.ટી.ઓ. કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ કરાવ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવેલ કે ટ્રાફિક જાગૃતિ માટે તેમણે તેમના ઘેર ચોકીદાર, ગાર્ડથી માંડી તમામ લોકોને હેલમેટ પોતાના ખર્ચે આપીને તેમને આ અંગે જાગૃત કર્યા હતા.

કાર્યક્રમમાં લાયન્સ કલબના પ્રમુખ ડો. શાલીન પટેલ તથા અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ પણ વકતવ્ય કરીને ટ્રાફિક અંગે જાગૃતતા માટે સરકારે આ વખતે યુવાનો પર ભાર મુકવાનું નકકી કર્યુ તે આવકાર દાયક હોવાનું જણાવી જાગૃતતા આવશે તેમ જણાવેલ.

આર.ટી.ઓ. અધિકારીશ્રી ચૌહાણ તથા જિલ્લાના ટ્રાફિક પો. ઇ.શ્રી અજયસિંહ પરમારે પણ વકતવ્યો કરીને ટ્રાફિક અંગે જાગૃતતા માટે પ્રાસંગિક વકતવ્યો કહયા હતા

ટ્રાફિક સપ્તાહના આ કાર્યક્રમમાં ખંભાળિયા આદર્શ ઇગ્લીશ સ્કુલના ૩૦ જેટલા છાત્રા-છાત્રોએ આ અંગે જાગૃતતા પ્રોજેકટ પ્રદર્શિત કર્યા હતા. તે તમામ પ્રોજેકટની જિલ્લા કલેકટરશ્રી તથા મહેમાનોએ મુલાકાત લીધી હતી તથા ખાસ કમિટીએ તેમને નંબર આપેલા તેમને ઇનામ સ્મૃતિ ચિહન આપવામાં આવેલુ.

ટ્રાફિક જાગૃતતા સંદર્ભે બે બાળાઓએ જાતે બનાવેલું ગીત પણ રજુ કરાયુ હતુ તથા લીટલ સ્ટાર શાખાના છાત્રોએ સુંદર નાટક રજુ કર્યુ હતુ. જેેણે શ્રોતાઓને સુંદર માર્ગદર્શન આપેલ હતુ.

આર.ટી.ઓ. કચેરીએથી બાઇક રેલી કાઢવામાં આવી હતી જે શહેરના રસ્તાઓ પર ફરી હતી. જેમાં પોલીસ જવાનો આગેવાનો વિદ્યાર્થીઓ તથા ટ્રાફિક બ્રીગેડના જવાનો જોડાયા હતા.

કાર્યક્રમમાં રેડક્રોસના જિલ્લા પ્રમુખ પ્રમુખશ્રી કિરીટભાઇ મજીઠીયા, જાયન્ટસ ગ્રુપના શ્રી સંદિપભાઇ ખેળિયા, લાયન્સ અગ્રણી મહેન્દ્રભાઇ જોશી તથા આર.ટી.ઓ. ઇન્સપેકટરોશ્રી મુતિયા શ્રી ડેર વિ. પણ જોડાયા હતા.

(1:02 pm IST)