સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

પડધરીના વણથલી ગામમાં કારની ઠોકરે પાંચ વર્ષની મનિષાનું મોત

રાજકોટ તા. ૧૫: પડધરીના વણથલી ગામે રમી રહેલી પાંચ વર્ષની બાળકી કોઇ  ફોરવ્હીલરની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું હતું.

વણથલીમાં રહેતાં નરેનસિંગ પછાયાની દિકરી મનિષા (ઉ.વ.૩) વાડી નજીક રોડ સાઇડમાં રમતી હતી ત્યારે કોઇ વાહન ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(1:02 pm IST)