સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

મોરબીમાં ગાળો દેવાની ના પાડતાં ૬૬ વર્ષના હબીબબાપાને પડોશી ઇમરાજ જેડાએ ઘુસ્તાવ્યા

રાજકોટ તા. ૧૫: મોરબી વસીપીરા કૂલીનગરમાં રહેતાં હબીબભાઇ ધનાભાઇ જામ (ઉ.૬૬) નામના વૃધ્ધને પડોશમાં રહેતાં ઇમરાન અબ્દુલભાઇ જેડાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ છરીથી કમર પાછળ ઇજા કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હબીબબાપાના કહેવા મુજબ પડોશીની ઘરવાળી મારી ઘરવાળી જેતુનબેનને કારણ વગર ગાળો દેતી હોઇ હું સમજાવવા જતાં પડોશી ઇમરાને તેની ઘરવાળીનું ઉપરાણું લઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(1:01 pm IST)