સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ધ્રાંગધ્રાના રણકાંઠાના કુડા ગામમાં યુવક- યુવતિઓ દ્વારા વૃધ્ધોને અક્ષરજ્ઞાન

૫૦ જેટલા મહિલા -પુરૂષોને નામ -સહી -ઘડિયા શીખવાડવા સાક્ષરતા અભિયાન

ધ્રાંગધ્રા,તા.૧૫: કહેવાય છે ને ભણે તે ગણે ને અને ભણવા માટે કોઈ ઉંમરને બાધ નથી તેવું જ કાંઈક જોવા મળે છે ધ્રાંગધ્રા તાલુકાના રણકાઠાના ગામ કુંડામાં આ ગામમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને મીઠાનો છે જેને કારણે સાક્ષર જ્ઞાન ખૂબ ઓછું છે. ત્યારે આ ગામમાં રહીને અભ્યાસ કરતા યુવક અને યુવતીઓ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

જેમાં ગામમાં રહેતા મોટી ઉમરના લોકોને સાક્ષર જ્ઞાન આપવું અને આ અભિયાનમા ગામમાં રહેતા અને જે લોકોને મોટી ઉંમરે પણ ભણવાની ઈચ્છા છે તેઓ પોતાની મનની ઈચ્છા અધુરી રહી ગઈ હોય એવા વડીલો શિક્ષણ મેળવવા માંટે એક ઉત્ત્।મ તક વિદ્યાર્થીઓ આપી રહ્યા છે

તેવા ૫૦ જેટલા મહિલાઓ અને પુરુષો આ વિદ્યાર્થીઓ પાસે દરરોજ સાંજે ભણવા આવે છે. આ વિદ્યાર્થીઓ દ્વારા આ મહિલા અને પુરુષોને કકકો,બારખડી, તેમજ પોતાનું નામ અને પોતે પોતાની સહી કરી શકે તેમજ દ્યડિયા જેવું શીખડાવવામાં આવે છે.

હાલ ડીઝીટલ યુગમાં આ લોકો માટે આ શિક્ષણ ખૂબ મહત્વ બની રહે તે માટે આ વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે. અને આ લોકો બહાર જાય તો પણ આ શિક્ષણ કામ આવે અને આ મહિલાઓ તેમજ પુરુષોને પોતે પોતાના બેંકના વહીવટી કામ સરળ રીતે કરી શકે તેમજ કોઈ જગ્યાએ આ લોકોની કોઈ છેતરામણી ન કરી જાય તે માટે ખૂબ જ મહત્વનુ છે. કુડા ગામમાં આવેલ ખાનગી સ્કૂલમાં ભણતા આ બાળકો પોતે પણ એક સેવાનું કાર્ય કરવા માટે ગામના લોકોનેઙ્ગ સાક્ષર બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે.

આજના યુગમાં શિક્ષણનું ખૂબજ મહત્વ છે. ત્યારે મહિલાઓ અને પુરૂષોને આ ઉંમરે વાંચતા અને લખતા આવડે અને તે લોકો પણ આગળ આવે તે માટે આજના યુવાનો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગામજન ચકુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ અહીયા ભણવા આવતી મહિલાઓ પણ સંસ્થામા કામ કરે છે પણ કોઈ વાર બહાર જવાનું હોય કે સંસ્થા કામે બહાર જવાનું હોય તો તકલીફ ન પડે તે માટે શિક્ષણ જરૂરી છે. અને બસના કે રેલવેની ટીકીટ આવી નોર્મલ માહિતી મળી રહે એ માટે અમે ગામના વિદ્યાર્થીઓ દ્વારા આ એક ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

(12:12 pm IST)