જુનાગઢમાં મહિલાઓને તાલીમ અને અભિમુખતા કાર્યક્રમ યોજાયો
જુનાગઢ તા. ૧પઃ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત વિવિધ થીમ સાથે કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા જુનાગઢ સ્થિત આર. જે. કનેરિયા હાઇસ્કૂલ ખાતે દિકરીઓ માટે તાલીમ અને સંવેદનશીલતા અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારના વિવિધ વિભાગો જિલ્લા મહિલા શકિત કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સ઼ેન્ટર, મહિલા હેલ્પલાઇન, ઉપરાંત મહિલાઓ માટેનો ઘરેલું હિંસા અધિનિયમ-ર૦૦૪, વ્હાલી દીકરી યોજનાની માહિતી, વુમન સેફટી એન્ડ લાઇફ મોટીવેશન વિશે દિકરીઓને માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રિન્સીપાલ ગિરીશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.