સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જુનાગઢ એસી-એસટી અને ઓબીસીની મીટીંગ યોજાઇઃ વિવિધ પ્રશ્ને ચર્ચા

જુનાગઢ તા. ૧પઃ બાંધળા મુકામે બાંધળા, બીલખા, મંડલીકપુર, નવપીપલીયા અને મેવાસા બાવાના એસસી, એસટી, ઓબીસીની એક અતિ અગત્યની મીટીંગ ખેતમજૂર યુનિયન જૂનાગઢ જિલ્લા પ્રમુખ રમેશભાઇ કામલિયા, મેવાસા સરપંચ વલ્લભભાઇના નેતૃત્વમાં મળી જેમાં ખેતમજૂર યુનિયન ગુજરાતના પ્રમુખ બટુકભાઇ મકવાણા મુખ્ય આગેવાન તરીકે હાજરી આપી યોગ્ય માર્ગદર્શન આપ્યું આ તકે જીતુભાઇ મણવર, સોહિલ સીદકી, જિશાનભાઇ હલેપોતરા, ઇવનગરના સરપંચ સમજુભાઇ, બારૈયાભાઇ, કાળુભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ પરમાર, લખાભાઇ પૂજા ડેરીવાળા, વિનુભાઇ વાણીયા, ભાનદાસબાપુ, જગુભાઇ વાંક, કિશોરભાઇ વાઘેલા, કાંતિભાઇ વાળા, અરવિંદભાઇ પાતર, પ્રફુલભાઇ વાવેચા, ધીરૂભાઇ સુવા, ન્યાય સમિતિના ચેરમેન હંસરાજભાઇ, તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 pm IST)