સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જોડીયાની વ્યાસ કન્યા વિદ્યાલયમાં માતૃ વંદના મહોત્સવ

જોડીયા  :  શેઠશ્રી કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં આ માતૃવંદના મહોત્સવ એવા પુ. રંભા ફેૈબા ની પુણ્યતિથીએ આ મહોત્સવમાં શાળાની એચ.એસ.સી., તેમજ એસ.એસ.સી.માં પ્રથમ દ્વિતીય, તૃતિય નંબરને તેમજ િ્વષયોમાં અગ્રેસર રહેનાર બહેનોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. સંસ્થાના નિષ્ઠાવાન ટ્રસ્ટી સ્વર્ગસ્થ ધિરજલાલ બી શેઠની તૃતિય પુણ્યતિથી નિમીતે સ્મરણાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટી ભરતભાઇ સુખપરિયા, ટ્રસ્ટી અશોકકુમાર વર્મા, ટ્રસ્ટી ભરતભાઇ શેઠ, ટ્રસ્ટી પાયભાઇ સુખપરિયા, પુષ્પાબેન સુખપરીયા, જયશ્રીબેન શેઠ, જોડિયાના સરપંચ નયનાબેન વર્મા, વાંડલ કાનજીભાઇ પટેલ, જામનગર જીલ્લા સંઘ કમિશ્નર યોગેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ નકુમ, જેઠાલાલ અઘેરા, શનિભાઇ વડેરા, ચિરાગભાઇ વાંક, દિનેશભાઇ રાઠોડ, ભરતભાઇ ઠાકર, રશ્મિભાઇ ગોસાઇ, જોડિયાના અગ્રગણ્ય નાગરિકો, ગ્રામજનો, હુન્ન્રશાળા સંસ્થાના શુભેચ્છકો, વિદ્યોર્થીનીઓના વાલી, હુન્નરશાળા સંસ્થા પરિવાર તથા શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીનીઓ વિગેરે ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. શાળાના આચાર્યબહેન પ્રવિણાબહેન ફીણવીયાએ સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સર્વે મહેમાનોનું સ્વાગત કરી સંસ્થા પરિચય આપી વિદ્યાર્થીની બહેનોને પોતાના ઉજ્જવળ બવિષ્ય માટે શાબાશી આપેલ. શાળાની વિદ્યાર્થી બહેનો દ્વારા રાજસ્થાની નૃત્ય રજુ કરવામાં આવેલ. પ્રથમ એસ.એસ.સી. વિભાગની વિદ્યાર્થીની બહેનોને તેમના પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ, ત્યારબાદ શાળાની વિદ્યાર્ર્થીની ખાટરીયા રીન્કલબેન દ્વારા ''કર્મનો સંગાથી રાણા....'' ભજન રજુ કરવામાં આવેલ. શાળાના એચ.એસ.સી. વિભાગની પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરને પુરસકાર આપી સન્માનિત કરવામાં આવેલ. શાળાની અન્ય પ્રવૃતિ, શાળા સમિતીની વિદ્યાર્થી બહેનોને શીલ્ડ તેમજ અન્ય ઉપયોગી વસ્તુઓ દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘના સેક્રેટરી શ્રી યોગેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહી જૃત્ય રજુ કરનાર વિદ્યાર્થીની બહેનો તેમજ સ્કાઉટ ગાઇડની વિદ્યાર્થીની વાડોલિયા દિપાલીને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. બાલમંદિર વિભાગના શિક્ષીકા વંદનાબેન ના પરિવાર તરફથી પ્રથમ, દ્વિતીય,તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. શાળાના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષકશ્રી કોઠારી તરફથી નૃત્ય રજુ કરનાર બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. સંસ્થા દ્વારા પણ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બહેનોને રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્વ. ધીરજલાલ બી. શેઠના ર્ધા પત્નિશ્રી ભાનુબેન, જયશ્રીબેન શેઠ, બિપીનભાઇ સુખપરિયયા, ધર્મપત્નિ ભાનુબેન સુખપરિયા, ટ્રસ્ટી ભરતભાઇ સુખપરીયાના પત્નિ પુષ્પાબેન સુખપરિયા, અશોકભાઇ વર્માના ધર્મપત્ની નયનાબેન વર્મા તે તેમના સેવાકાર્ય માટે સંસ્થા દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષશ્રી ભરતભાઇ સુખપરિયાએ વિદ્યાર્થીકાળને યાદ કરતા અર્થશાસ્ત્ર વિષયની વ્યાખ્યા આપી પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કર્યા. ભવિષ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા આપનાર વિદ્યાર્થીની બહેનોે વાંચન અંગે ટકોર કરી ઉજ્જવળ પરિણામ લાવવા કઠોર પરિશ્રમ કરવા જણાવ્યું. ઉજજ્વળ પરિણામ લાવનાર વિદ્યાર્થીનીઓએ શુભેચ્છા આપેલ. રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષીકા ફડદુએ કરેલ. પુરસ્કાર વિતરણની તસ્વીર

(12:03 pm IST)