સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

રવિવારે મોરબી જીલ્લામાં ૧.૨૯ લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાશે

જીલ્લામાં કુલ ૫૭૨ પોલીયો બુથનું આયોજન

મોરબી,તા.૧૫: આગામી ૧૯ જાન્યુઆરીના રોજ પ્લસ પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર નિમિતે મોરબી જીલ્લામાં ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૨૯,૭ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા આયોજન કરેલ છે

પ્લસ પોલીયો કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લામાં કુલ ૫૭૨ પોલીયો બુથનું આયોજન કરેલ છે અને તા. ૧૯ ના રોજ બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે તેમજ બાકી રહી ગયેલ બાળકોને પોલીયો પીવડાવવા માટે તા. ૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ બે દિવસ ૧૧૫૭ ટીમો દ્વારા ઘરે ઘરે મુલાકાત કરીને પોલીયો ટીપા પીવડાવાશે.

અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં વસતા પરિવારના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ૪૦૭ મોબાઈલ ટીમો, તેમજ મુસાફરી કરતા પરિવારના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ૨૩ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે કાર્યક્રમને પહોંચી વળવા જીલ્લાના કર્મચારી, આશા બહેનો, આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો સહીત કુલ ૩૧૪૮ ને પોલીયો કામગીરી સોપી છે તેમજ સુપરવિઝન માટે ૧૨૨ સુપરવાઈઝરને જવાબદારી સોપાઈ છે

મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરા તમામ બાળકોના વાલીઓને અપીલ કરે છે કે ચાલુ વર્ષમાં સરકારમાંથી પ્લસ પોલીયોનું એક જ રાઉન્ડનું આયોજન કરેલ હોય જેથી તમામ ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલીયો રવિવારે નજીકના પોલીયો બુથ પર જઈને પોલીયોના ટીપા પીવડાવો અને પોલીયો સામે રક્ષણ આપો તેમ જણાવ્યું છે.

(12:03 pm IST)