સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

મોરબી સીરામીક એસો.ની ક્રિકેટ ટીમને ટ્રોફી એનાયત

મોરબીઃ રાજકોટ ખાતે એક્રોલોન્સ કલબ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ૧૬ એસોસીએશન વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં મોરબીના સિરામિક એસોસિએશને ડંકો વગાડીને ફાઈનલ મેચ જીતી ટ્રોફી પોતાના નામે કરી છે

  ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન મેડીકલ એસો, મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસો. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસો, ફાઈનાન્સ એસો, સીએ એસો, જૈન બિઝનેશ ઓર્ગેનાઈઝેશન, રાજકોટ બિલ્ડર્સ એસો, રાજકોટ ડેન્ટલ એસો, ઇન્ડિયન ડેન્ટલ એસો, જવેલર્સ એસો, પંપ કલબ, આઈ.આઈ.આઈ.ડી, બીએનઆઈ, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસો, રાજકોટ આઈટી એસો અને મોરબી સિરામિક એસો એમ ચાર ગ્રુપમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. જે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મોરબી સિરામિક એસો અને જવેલર્સ એસો વચ્ચે રમાઈ હતી જેમાં મોરબી સિરામિક એસો ટીમના યજ્ઞેશભાઈ આદ્રોજા અને કૌશિકભાઈ કાસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ મોરબીની ટીમે ઉત્કૃષ્ટ રમત રમીને ફાઈનલમાં વિજેતા બની હતી અને સૌરાષ્ટ્રના વિવિધ એસો વચ્ચે આયોજિત ટુર્નામેન્ટમાં મોરબી સિરામિક એસો ટીમે ડંકો વગાડ્યો હતો.  ટ્રોફી સાથેની વિજેતા ટીમની તસ્વીર

(12:00 pm IST)