સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જૂનાગઢમાં સ્વામિ વિવેકાનંદના દુર્લભ ફોટોગ્રાફોનું પ્રદર્શન

જૂનાગઢ : ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના ઇતિહાસ વિભાગ અને ગુજરાત રાજય અભિલેખગાર કચેરી જૂનાગઢના સંયુકત ઉપક્રમે ૧૫૭મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ ખાતે વિવેકાનંદજીના ચિત્રોની પ્રદર્શન ખુલ્લી મુકવામાં આવેલ છે. વિવેકાનંદજીના જીવન વૃતાંતના આશરે ૧૮૪ અલભ્ય ખુલ્લુ મુકતા જૂનાગઢના કલેકટરશ્રીએ યુવાનોને વ્યસનમુકિત બની દેશ માટે કામ કરવા હાકલ કરી છે. જયારે ભકત કવિ નરસિંહ મહેતાના ગુજરાતના સૌથી યુવા કુલપતિએ વિદ્યાર્થીઓને વિવેકાનંદના પાંચ સુત્રીય કાર્યક્રમનો પરિચય કરાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ શ્રધ્ધા કેળવવા શીખ આપેલ. જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહિલએ યુવા વિદ્યાર્થીઓને વિવેકાનંદના જીવનમાંથી શીખ મેળવવા જણાવ્યુ.આ તકે રામટેકરીના મહંત કિશનદાસજી, ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતીબાપુ, પ્રદિપભાઇ ખીમાણી, ડે.મેયર હિમાંશુ પંડયા, દફતર અધિક્ષક જશવંતગીરી ગોસ્વામી, યુનિ.ના ઇતિહાસ વિભાગના પ્રા. વિશાલ જોશી, પ્રા.રમેશ ચૌહાણ, પ્રા.લલીત પરમાર, પ્રા. વિશ્વજીત કવા, કુલસચિવ એમ.એચ.સોની વગેરે હાજર રહ્યા હતા. ઉદઘાટન સમયે આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો આ પ્રદર્શન રવિ સોમ એમ બે દિવસ ખુલ્લુ રહેવાનુ છે. રામકૃષ્ણ આશ્રમ જૂનાગઢ તરફથી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન તેમજ રાહતદરે વેચાણ રાખવામાં આવ્યુ. કલેકટરે ચિત્ર પ્રદર્શન નિહાળ્યું તે તસ્વીર.

(12:00 pm IST)