સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ગોંડલના પાટીદળના શિક્ષક ઇનોવેશન ફેસ્ટીવલમાં જિલ્લાકક્ષાએ પ્રથમ

ગોંડલ તા.૧૫ : રાજકોટ જિલ્લા તાલીમ ભવન અને જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર દ્વારા યોજાયેલા જિલ્લા કક્ષા ના ટીચર ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૧૯-૨૦૨૦ માં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની શ્રી.એસ. ટી. ઢોલ હાઈસ્કૂલ પાટીદડ ના ઇનોવેટિવ શિક્ષક ગૌરાંગ કુમાર આર ત્રિવેદી એ પોતાનો નવતર પ્રયોગ માતૃભાષા ના શિક્ષણમાં શબ્દ સમૃદ્ઘિ રજૂ કરેલા હતો.

આ નવતર પ્રયોગ જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગ માં પ્રથમ ક્રમે આવ્યો હતો. હવે તે રાજય કક્ષા એ આ પ્રયોગ રજૂ કરશે. આ શિક્ષક ને ૨૦૧૯ ના જિલ્લા કક્ષા નો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ પણ હાલ એનાયત કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાઅ ે ગૌરાંગકુમારનો આ નવતર પ્રયોગ પસંદ થતા ફરીવાર પાટીદડ હાઈસ્કૂલ અને ગોંડલ ગૌરવવંતુ થયું છે.

(11:58 am IST)