સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

સાવરકુંડલાનો અપહરણનો આરોપી સુરતથી ઝડપાયો

સાવરકુંડલા-અમરેલી,તા.૧૫: અશોકકુમાર યાદવ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે ડ્રાઇવ આયોજન કરેલ હોય જે અન્વયે નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીએભાવનગર રેન્જના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ તેમાં એક ટીમ રાજય બહાર તેમજ બીજી ટીમ ભાવનગર રેન્જના સુરત રેન્જ, તથા દાહોદ રેન્જમાં રહેતાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ગયેલ જેમાં ર્ંઅમરેલી જીલ્લાના પોલીસ સબ ઇન્સપેકટર જી.જી.જાડેજા તથા ઙ્ગઅના.હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા અના હેડ કોન્સ. અજયભાઈ સોલંકી તથા અના. હેડ કોન્સ. પ્રકાશભાઈ ગામીત તથા પો. કોન્સ કનુભાઈ પલાસ તથા પો. કોન્સ મનીષભાઈ જાની નાઓની ટીમ દ્વારા ર્ંસાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૯ આઈ.પી.સી. કલમ.૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ વિ.ના અપહરણના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે સુરત મુકામે થી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.ઙ્ગ

પકડાયેલ આરોપી :રવિ મનસુખભાઈ ડાભી(કોળી) ઉ.વ.-૨૬ ધંધો-મજુરી રહે.લાલાવદર તા. જી.અમરેલી હાલ.રહે.વેશ્મા સુરતવાળાને તા.૧૩/૦૧/૨૦૨૦ ના રોજ સુરત શહેર માંથી પકડી પાડી આગળની દ્યટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા ટાઉન પોલીસને જાણ કરવા તજવીજ કરેલ છે.

(11:56 am IST)