સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ભાણવડમાં ઉતરાયણમાં ઘવાતા પક્ષીઓ માટે બાઇક રેલી

પ્રકૃતિ ધ યુથ સોસાયટી ગ્રુપના યુવાનો દ્વારા : મામલતદાર તથા આરએફઓ સહિતની ફોરેસ્ટની ટીમ પણ રેલીમાં જોડાઇ

ભાણવડમાં પ્રકૃતિ  ધ યુથ સોસાયટી ગ્રુપના યુવાનો દ્વારા ઉતરાયણ નિમિતે પક્ષીઓના બચાવ માટે તેમજ ચાઇનીસ દોરી-તુકકલોના બહિષ્કાર માટે લોક જાગૃતિ બાઇક રેલી યોજી હતી. જેમાં ફોરેસ્ટ સ્ટાફ અને મામલતદારે પણ જોડાઇને પક્ષી બચાવ અભિયાનને વેગ આપ્યો હતો. (તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)

ભાણવડ તા. ૧પ :.. લોકો માટે ઉતરાયણનો તહેવાર આનંદ ઉલ્લાસનો હોય છે પરંતુ ગગનમાં વિહરતા મુક પક્ષીઓ માટે ખુબ જ કષ્ટદાયક તેમજ જીવલેણ બની રહે છે. ત્યારે ભાણવડમાં આવા મુક અને અબોલ પક્ષીઓના બચાવ માટે પ્રકૃતિ ધ યુથ સોસાયટી સંસ્થાના યુવાનોએ શહેરમાં પક્ષીઓના બચાવ એન ચાઇનીસ દોરી-તુકકલોનો બહિષ્કાર કરવા લોક જાગૃતિ બાઇક રેલી કાઢી શહેરની ગલીએ ગલીઓમાં ફરી પક્ષી બચાવના સુત્રોચ્ચાર કર્યા હતા તો આ રેલીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચલાવેલ કરૂણા અભિયાન ર૦ર૦ વન વિભાગને વેગ આપવા સામાજિક વનિકરણ રેન્જ ભાણવડના આરએફઓ હર્ષાબેન ડી. પંપાણીયા, ઇ. ચા. આરએફઓ મોર્ડન રેન્જ ભાણવડના ખીમાભાઇ એલ. ચાવડા તથા ભાણવડ વન વિભાગનો સ્ટાફ તેમજ ભાણવડ મામલતદાર અઘેરા આ રેલીમાં જોડાયા હતાં.

પ્રકૃતિ ધ યુથ સોસાયટીના યુવાનોએ લોકોને અનુરોધ કર્યો હતો કે ઉતરાયણના દિવસે શહેરના કોઇપણ વિસ્તારમાં પક્ષી ઘાયલ થઇ પડે કે તરત આ ગ્રુપના સભ્યોની જાણ કરવી તેઓની ટીમ ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર અને તેના બચાવ માટે તુરંત પહોંચી જશે.

(11:56 am IST)