સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

સુખપુર ગામને દિલ્હી ખાતે પાણી કામગીરી બાબત એવોર્ડ એનાયત

 જસદણ, તા. ૧૫ :તાજેતરમાંઙ્ગ દિલ્હી ખાતે સ્કોચ ગ્રૂપ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના પાણી પર સર્વ શ્રેષ્ઠ કામગીરી કરતા સરકારશ્રીના વિવિધ ખાતાઓ, ગ્રામ પંચાયતો, સંસ્થાઓ માટે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ કાર્યક્રમ યોજાયો. જેમાં અમરેલી જિલ્લા નો બાબરા તાલુકાના સુખપૂર ગામને ઓડર ઓફ મેરીટ સર્ટિફિકેટ એવોર્ડ મળેલ છે. સમગ્ર પ્રક્રિયામાં સુખપુર ગામ પંચાયત દ્વારા છેલ્લા ૫ વર્ષ ના પાણી બાબતે થયેલ કામગીરીનું પ્રેસન્ટેશન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલ હતું જેના મૂલ્યાંકન પર આ એવોર્ડ મળેલ છે.

છેલ્લા ૫ વર્ષ થી સુખપૂર ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ મંડળ, રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળી પાણી રોકાણ માટે દ્યણી સરસ કામગીરી કરેલ છે જેમાં ૩૮ ચેકડેમ, ૨૦૦ હેકટર જમીનમાં બંધપાળા, કૂવા બાંધવા અને પિયત માટે પાણીની ટાંકી જેવી દ્યણી બધી કામગીરી કરેલ છે. સુખપુર ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રી ની મનરેગા જેવી યોજનાનો લાભ લઈ પાણી સંગ્રહની પણ કામગીરી કરેલ છે. આમ આ ગ્રામ દ્વારા ગ્રમલોકો અને ગ્રામ માટે પાણીની સલામતી ની સરસ કામગીરી કરેલ છે. આ કામગીરીનો લાભ ગામના દરેક ખેડૂતો ને મળેલ છે અને પિયત વિસ્તાર માં સારો બદલાવ મળેલ છે.ઙ્ગ એવોર્ડ કાર્યક્રમ નવી દિલ્હી ખાતે યોજાયેલ જેમાં સુખપુર ગામના આગેવાન શ્રી ગોરધનભાઈ, શ્રી રમેશભાઈ તથા રિલાયન્સ ફાઉન્ડેશન ના શ્રી કિરણ ભાઈ દ્વારા એવોર્ડ લેવામાં આવ્યો હતો.

(11:55 am IST)