સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ભાયાવદરમાં જુગાર રમતા છ પકડાયા

રાજકોટ તા.૧૫: ભાયાવદરમાં વાડીમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.ભાયાવદર પાસે ભરતભાઇ છગનભાઇ માંકડીયાની વાડીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના એ.એસ.આઇ. માલદેભાઇ મગરા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧)મુળજી રાઘવભાઇ કોળી રહે ભાયાવદર કીરીટભાઇની વાડીએ (૨)ભરત વિઠ્ઠલભાઇ કોળી રહે સૈયદ કલારીયા બાબુભાઇની વાડીએ (૩)અરવીંદ લવજીભાઇ કોળી રહે ભાયાવદર ભરતભાઇની વાડીએ (૪)રમેશ રાઘુભાઇ કોળી રહે પાનેલીમોટી વલ્લભભાઇની વાડીએ તા-ઉપલેટા (૫)લવજી વિઠ્ઠલભાઇ કોળી રહે ભાયાવદર ભરતભાઇની વાડીએ તથા લક્ષ્મણ વિઠ્ઠલભાઇ કોળી ઉ.વ.૩૨ રહે ભાયાવદર ભરતભાઇની વાડીએ તા-ઉપલેટાને રોકડા રૂ.૧૨૫૬૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:54 am IST)