સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ભચાઉઃ નર્મદા કેનાલમાં ડૂબતા ગોવાળને બચાવવા ગાયો ભાંભરતી રહી પણ મદદ મોડી મળતાં મોત

ભુજ,તા.૧૫: પશુઓનો માનવી તરફનો લગાવ અને વફાદારી અનન્ય હોય છે. ભચાઉમાં પટેલ બોર્ડિંગની ગાયોને પાળતા ગોવાળ સાથે બનેલી દુર્દ્યટનામાં ગાયોએ દર્શાવેલ લાગણી એ લોકોની આંખ ભીની કરી દીધી હતી.

અહીં ગાયોને ચરાવવા લઈ જતા ગોવાળ ગગુ ભૂરા રબારી (ઉ.૪૦) બોર્ડિંગ પાછળ આવેલ નર્મદા કેનાલમાં પાણીનું ઢમણું ભરી રહ્યો હતો. બદનસીબે ગોવાળ ગગુ રબારીનો પગ લપસી જતાં તે કેનાલમાં ડૂબવા લાગ્યો હતો. પોતાના પાલક એવા ગોવાળને પાણીમાં ડૂબતો જોઈને ગાયો જોર જોરથી ભાંભરવા લાગી હતી.

એક સાથે ગાયોનો ભાંભરવાનો અવાજ સાંભળી અન્ય લોકો દોડી આવ્યા હતા. પણ, તે દરમ્યાન મોડું થઈ જતાં સમયસર મદદના અભાવે ગોવાળ ગગુ રબારીનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. દરમ્યાન દ્યટના સ્થળે ભચાઉ ફાયર ફાઇટર ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી આવી હતી. દ્યટના સ્થળે આવેલા લોકોની આંખો ગાયોની લાગણી નિહાળી ભીની થઇ ગઇ હતી.

(11:54 am IST)