સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ભાવનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમભાઇ આહિરનો આપઘાત

 ભાવનગર તા. ૧૫ : ભાવનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલએ તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરનાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં રહેતા અને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આહિર ભીમભાઇ દેસાઇ (ઉ.વ.૩૮)એ તેનાં ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે એ-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છેે.

(11:53 am IST)