સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જોડીયામાં ભુગર્ભ ગટર યોજનાનું બાળમરણ !!

જોડીયા તા.૧૫ : છ વર્ષ પહેલા દસ કરોડના ખર્ચે જોડીયા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાનુ નિર્માણ થયેલ. યોજનાનો લાભ પ્રજાને મળવાને બદલે કામના એજન્સી અને ભ્રષ્ટતંત્રને વધુ થયો છે.ભુગર્ભ ગટરના પ્રશ્ને સ્થાનિક પ્રજાને અસુવિધા સિવાય કશુ લાભ મળ્યો નથી તેના બદલે ઠેર ઠેર છલકાતા ગટરોના કુંડીથી દુષિત પાણીનો સામનો કરવો પડે છે જે પ્રજાના આરોગ્ય માટે જોખમકારક સિધ્ધ થઇ રહ્યુ છે.

હાલમાં જોડીયા ખાતે ૩ ભુગર્ભ ગટરના પંપીગ સ્ટેશન મૃતપ્રાય અવસ્થામાં જોવા મળે છે તેના અંદરની મશીનરી ક્ષતિગ્રસ્તરૂપે બંધ પડેલ છે અને ધૂળ ખાઇ રહી છે. ભુગર્ભ ગટરના સંચાલનના પ્રશ્ને સ્થાનિકતંત્ર અને જિલ્લા તંત્ર એક બીજા પર દોષના ટોપલો નાખી રહ્યા છે.

આ બાબત ધારાસભ્ય સાંસદ પણ અજાણ નથી છતા પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. હાલમાં જોડીયાની ભુગર્ભ ગટર યોજના જિલ્લાના સિંચાઇ વિભાગ હસ્તક હોવાથી પુર્વમાં પંચાયતના સતાધિશો અનેક વખત ઉપરોકત પ્રશ્ને અધિકારીઓ સાથે બેઠક યોજી ચુકયા છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળે છે. ભુગર્ભ ગટરના પ્રશ્ને પ્રજાના આવાજ હવે તંત્રના બહેરા કાને સાંભડવા તૈયાર નથી હવે તો જોડીયાની પ્રજા માટે સદા ભુગર્ભ ગટર યોજનામાં એક પક્ષ પ્રશ્ન બની ચુકી છે. આરંભનો અંત કયારે ? કોઇની પાસે આનો ઉતર નથી...(૪૫.૮)

(11:52 am IST)