સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ભાવનગરમાં સીનીયર સીટીઝનની નજર ચૂકવી ચોરી કરનાર ઇસમોની ગણતરીના કલાકોમાં ધરપકડ

 ભાવનગર, તા.૧૫:ભાવમગર માં ગઇ તા.૧૨ના સાંજના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ૭૪ વર્ષના સીનીયર સીટીઝન સાથે એક રીક્ષા ચાલક તથા પાછળ બેસેલ બે માણસોએ તેમને ફોસલાવી રીક્ષામાં બેસાડી તેમના ખીસ્સામાંથી એક મોબાઇલ તથા રોકડા તેમની નજર ચુકવી ચોરી કરી નાસી ગયેલ જે અંગેની ફરીયાદ તેઓએ દ્યોદ્યરોડ પોલીસ મથકમાં નોંધાવતા,ઇન્સપેકટર આર.આઇ.સોલંકીએ રહેણાંક તથા કોમ્પલેક્ષોના પ્રાઇવેટ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી આ રીક્ષા બજાજ થ્રી વ્હીલ રજી.નં.જીજે.૦૪.એ.યુ.૧૯૫૯ ની હોવાની માહીતી મળતા પોકેટ કોપ તથા ઇ ગુજકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી રીક્ષા ચાલકની માહીતી આધારે ડી-સ્ટાફના  સબ ઇન્સ. ટી.એલ.માલ તથા હેડ કોન્સ. જયવિરસિંહ ચુડાસમા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ. ખેંગારસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહિડા, પોલીસ કોન્સ. કિશોરભાઇ વાદ્યેલા,પોલીસ કોન્સ. કાળુભાઇ મેરાભાઇ એમ તમામને આરોપીઓ શોધી લાવવા સમજ કરતા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ ચુડાસમા,પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ મહીડાને મળેલ  હકીકત આધારે આ ગુન્હો કરનાર રીક્ષા ચાલક તથા તેની સાથેના બન્ને દિપકચોક તરફ અન્ય ગુન્હો કરવાની ફીરાકમાં છે જે માહીતી આધારે દિપકચોક પાસેથી આરોપીઓ (૧) ઇમરાન ઉર્ફે લાલો મહમદભાઇ પીંડારા/મેમણ, ઉવ.૨૨, રહે.વડલા, તથા (૨) પંકજ ઉર્ફે પકો ખીમજીભાઇ બારૈયા/કોળી, ઉવ.૨૯, રહે.દેસાઇનગર, ઝવેરભાઇની વાડી, તથા (૩) મગનભાઇ વલ્લભભાઇ રાઠોડ/સગર, ઉવ.૬૦, રહે.વડવા, દેવજીભગતની ધર્મશાળા પાસે, ભાવનગરવાળાઓને રીક્ષા તથા ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝબ્બે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:51 am IST)