સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

'આરોપીને ફાંસી આપો'કના નારા સાથે હળવદમાં મોડાસાના ઘટના સામે આક્રોશ

કેન્ડલ માર્ચ સાથે યુવતિને શ્રધ્ધાંજલી અર્પણ

 હળવદ, તા.૧૫: અવરલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સાયરા ગામની યુવતી પર દુષ્કર્મ, હત્યા મામલે સમગ્ર રાજયમાં ન્યાય અપાવવા વિરોધનો વંટોળ ફુંકાયો છે. ત્યારે  હળવદ શહેરના આંબેડકનગરથી સરા ચોક થઈ ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી. ઉપરાંત તાલુકાના અનુસુચિત જાતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી જસ્ટ ફોર જસ્ટીસ, આરોપીને ફાંસી આપો ના નારા સાથે લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો.

દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર યુવતીની આત્માને બે મિનિટ મૌન પાળી ભાવભીની આંખે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તો સાથે જ આ ઘટનાના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આંબેડકરનગરથી શરૂ થયેલ કેન્ડલ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સહિત અનુ.જાતિના આગેવાનો જાડાયા હતા

(11:46 am IST)