સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

કોટડા પીઠા પાસે બાઇક સ્લીપ થતાં લીંબડી કઠેચીના યુવાનનું મોત

રાજકોટ તા. ૧૫: જસદણના કોટડા પીઠા ગામ પાસે સંક્રાંતની આગલી સાંજે બાઇક સ્લીપ થતાં લીંબડીના નાની કઠેચી ગામના સુલાજી છનાભાઇ લાલાણી (ઉ.વ.૨૦)ને ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી.

(11:45 am IST)