સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ગોંડલમાં 'તુ મને કેમ સસ્તા અનાજની વસ્તુ આપતો નથી' કહી કાર્તિકભાઇ સાવલીયા પર ૮ શખ્સોનો હુમલો

દિલીપ ઢોલરીયા, ચંદુ, કેશુ, પીયુષ, ધવલ, સંજય અને જય ઢોલરીયા સામે ગુનો

રાજકોટ, તા.૧પ :  ગોંડલના પટેલ સોસાયટીમા રહેતા પટેલ યુવાનને આઠ શખ્સોએ ઘરમાં ઘુસી 'તુ મને કેમ સસ્તા અનાજની વસ્તુ આપતો નથી' તેમ કહી લાકડી વડે માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલની પટેલ સોસાયટી શેરી નં.રમાં રહેતા કાર્તિકભાઇ બટુકભાઇ સાવલીયા (ઉ.વ.ર૭) ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે હતા ત્યારે પટેલ સોસાયટીમાં જ રહેતા દિલીપ બાવાભાઇ ઢોલરીયા, ચંદુ બાવાભાઇ ઢોલરીયા, કેશુ બાવાભાઇ, લાલજી બાવાભાઇ ઢોરીયા, પીયુષ દિલીપ ઢોલરીયા, ધવલ લાલજી ઢોલરીયા, સંજય દીલીપ ઢોબરીયા, અને જય કેશુભાઇ ઢોલરીયા આવી કાર્તીકભાઇના ઘરમાં ઘુસી જય ઢોલરીયાએ 'તુ મને કેમ સસ્તા અનાજની વસ્તુ આપતો નથી' તેમ કહેતા પોતે કહેલ કે દુકાનનું રેશનકાર્ડ હોય તો જ હું તેમને વસ્તુ આપી શકુ 'તેમ કહેતા' જય ઢોલરીયા સહિતના શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને લાકડી વડે માર મારી કાર્તીકભાઇને મોઢા, છાતી તથા માથાના ભાગે ઇજા કરી હતી.  દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા એન કાર્તીકભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ગોંડલ સીટી પોલીસે કાર્તીકભાઇ પટેલની ફરીયાદ પરથી આઠ શખ્સો સામે રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ બી. એલ. ઝાલાએ તપાસ આદરી છે.

ખોડીયારનગરમાં યુવાન પર હૂમલો

ગોંડલના ખોડીયારનગરમાં રહેતા રમેશ સુખાભાઇ વાઘેલા (ઉ.૪૦) પરમ દિવસે પોતાના ઘર પાસે હતા ત્યારે રમેશભાઇના પુત્ર પાસે નદીમ હકુભાઇ બાદશાહ તથા આદીલબાદશાએ આવી બાઇક લેવા માટે આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ, માગતા રમેશભાઇના પુત્ર એ ના પાડતા નદીમા અને આદીલે રમેશભાઇના દિકરાને લાકડી વડે માર મારી માથાના ભાગે ઇજા કરી હતી. આ અંગે ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ. આર. ડી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)