સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

તાલાના ભીમદેવલ ગામમાં રાત્રે ૮ સિંહો ઘૂસી ગાયનો શિકાર કરી મિજબાની માણી

તાલાલા: તાલાલાના ભીમદેવલ ગામમાં ગત રાત્રે એકસાથએ 8 સિંહો ઘૂસી આવ્યા હતા. આથી ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. સિંહો આવતા રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી હતી. ગાયોના ટોળામાંથી એક ગાય અલગ પડી જતા આઠેય સિંહોએ તેના પર હુમલો કરી શિકાર બનાવી હતી. ગાયનું મારણ કરી સિંહોએ મિજબાની માણી હતી. દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.

(1:34 pm IST)