સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

મોરબી તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ૨.૬૦ કરોડના વિકાસકાર્યો કરાશે

સીસીરોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ લાઈન સહિતના વિકાસકામો કરાશે

 

મોરબી :કોંગ્રેસ શાસિત મોરબી તાલુકા પંચાયતની તાજેતરમાં મળેલી વાર્ષિક સામાન્ય સભામાં તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયાએ તાલુકાના સમતોલ વિકાસ માટે પ્રજા ઉપયોગી કાર્યો માટે .૬૦ કરોડની ફાળવણી કરી છે

મોરબી તાલુકા પંચાયતા સ્વભંડોળમાંથી .૬૦ કરોડની ફાળવણી કરાઈ છે જેથી પ્રજા ઉપયોગી કામો જેવા કે સીસીરોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ લાઈન તેમજ વિલેજ માર્ગમાં આવતા નાળા, પુલિયાના કામો માટે જે તે વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો સાથે પરામર્શ કરી રૂ .૬૦ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરાઈ છે

કામોના વહેલી તકે નકશા અંદાજો તૈયાર થાય અને આગામી ચોમાસા પૂર્વે કામો પુરા થાય તે માટે તાલુકા પંચાયત પ્રમુખે તાકીદે કરી છે મોરબી તાલુકા પંચાયત સતત પ્રજાલક્ષી કામો માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહી છે તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયાએ પણ સ્વભંડોળમાંથી વિકાસ કામો થાય તે માટે યોગ્ય સંકલનની કામગીરી સુપેરે પાર પાડી હતી

(9:49 pm IST)