સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ખંભાળીયા ભાણવડ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો

જીરૂના પાકને મોટુ નુકશાન : ગ્રામજનો ઠંડીમાં વરસાદથી વધુ પરેશાન

ખંભાળીયા તા ૧૩  :   ખંભાળીયા તાલુકા તથા કલ્યાણપુર તાલુકામાં અનેક ગામડાઓમાં આજે વહેલી સવાર્રે છ વાગ્યે આકાશમાં ભારે વાદળો સાથે વરસાદના ઝાપટા પડતાઘ ઠંડીમાં વરસાદ પડતા ભારે પરેશાનીમાં લોકો મુકાઇ ગયા હતા.

ખંભાળીયા તાલુકામાં હળવા ઝાપટા પડયા હતા, જયારે કલ્યાણપુર તથા ભાણવડના અનેક ગામોમાં વરસાદના મોટા ઝાપટા પડતા પાણી ચાલતા થઇ ગયા હતા તો જીરૂના પાકને ખુબ નુકશાન થયું હતું. કયાંક પાણીના ખાબોચીયા ભરાઇ જાય તેવી સ્થિતી થઇ હતી.

આ વર્ષે છેવટ સુધી વરસાદે ખેડુતને પરેશાન કર્યા હતા, જેમાં છેલ્લે શિયાળામાં પણ વરસાદ પડતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

(4:05 pm IST)