સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

રમતગમત પ્રવૃતિમાં જેતપુર હિરપરા શૈક્ષણિક સંકુલનો દબદબો

 નવાગઢ : જેતપુર સરદાર પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રાણીબેન બાવનજીભાઇ હિરપરા શૈક્ષણિક સંકુલમાં સ્વ.પ્રફુલકુમાર શંભુભાઇ હિરપરા મહિલા કોલેજની વિદ્યાર્થીની બહેનોએ સૌ.યુનિ.ની આંતર કોલેજ સ્પર્ધામાં ખોખો, આર્ચરી,ક્રોસ કન્ટ્રી એમ કુલ ૩ ગેમ્સમાં ચેમ્પીયન તથા હેન્ડબોલ, વોલીબોલ, હોકી, ચેસ એમ કુલ ચાર ગેમ્સમાં રનર્સઅપ થયા છે. સાથે કુલ ૨૧ બહેનોએ નેશનલ ગેમ્સમાં પસંદ થઇ અન્ય રાજયમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આસાથે ખેલમહાકુંભ ૨૦૧૯-૨૦ માં સંસ્થાની વિદ્યાર્થી બહેનોએ જૂદી જૂદી ગેમ્સમાં પાર્ટીસીપેશન કરી આશરે ૪ લાખ જેવી રોકડ પુરસ્કાર તેમજ મેડલ મેળવેલ છે. આ વર્ષે પણ ખેલમહાકુંભ તથા સૌ.યુનિ ઇન્ટર કોલેજ સ્પર્ધામાં હિરપરા સંકુલનો દબદબો યથાવત રહ્યો આ તકે તમામ વિદ્યાર્થીની બહેનોને તથા પીટીઆઇ ડો.આર.બી.સરવૈયા અને સાવલીયા રૂશિતાબેનને સંસ્થા પ્રમુખ રાજુભાઇ હિરપરા, ઉપપ્રમુખ વિરજીભાઇ વેકરીયા, સેક્રેટરી મનસુખભાઇ ખાચરીયા, ટ્રેઝરર નિતીનભાઇ ટીલાળા તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓએ તેમજ પ્રિન્સીપાલ ડો.સી.વી.કુંભાણી, એમ.જે.સેંજલીયા તેમજ સમગ્ર સંકુલ સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવેલ.

(1:01 pm IST)