સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા

મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.    વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિત જાગૃત થાય, તેનામા વકતૃત્વ કળા નો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ આદર્શ રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યમા સહભાગી બનવા તત્પર બને તે હેતુસર યોજાયેલ આ સ્પર્ધામા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા હતા તેમજ દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.

વિદ્યાર્થીઓની વાકછટા તેમજ વકતૃત્વ કળા જોઈ ઉપસ્થિત દરેક લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સહ અભિનંદન પાઠવ્યા હતા.

(12:56 pm IST)