સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ટંકારામાં નવજયોત અને સરદારપટેલ વિદ્યાલય દ્વારા નાસા નોલેજ કાર્નીવલ

ટંકારા તા.૧૩ : નવજયોત અને સરદારપટેલ વિદ્યાલય દ્વારા નાસા નોલેજ કાર્નીવલ ૨૦૨૦ તા.૧૦,૧૧ અને ૧૨ના રોજ યોજાયેલ છે. આ કાર્નીવલમાં આકર્ષક સેલ્ફીઝોન, ડીઝીટલ ઇન્ડિયા, પોસ્ટ ઓફીસ, બેંક, ધોરણ ૧૨ પછી શુ? પ્રાચીન ગામડું આર્મી અને નેવીના લડાકુઓ, ભાષા તથા મોરબી હોનારત તથા ભુચર મોરીનો ઇતિહાસ, વેસ્ટમાંથી બેસ્ટ ગેમ ઝોન સહિત ૧૩ વિભાગોમાં અલગ અલગ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ છે.

મોરબી જિલ્લાના ડીઇઓ બી.એમ.સોલંકી દ્વારા કાર્નીવલનું ઉદઘાટન કરાયેલ. સમારોહમાં ડીપીઇઓ મયુરભાઇ એસ.પારેખ, ટંકારા તાલુકા ટીપીઇઓ દિપાલીબેન બોડા, બીઆરસી કો. ઓર્ડી કલ્પેશભાઇ ફેફર, આદર્શ માતા કસોટીના ડો.સતીષભાઇ મોરબી જિલ્લા સેલ્ફ ફાયનાન્સ સ્કુલ પ્રમુખ મનોજભાઇ ઓગાણજ, યોગેશભાઇ ઘેટીયા, સંજયભાઇ ભાગીયા એડવોકેટ, અગ્રણીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહેલ.

કાર્નીવલ ૨૦૨૦ નિહાળવા માટે સવારથી જ ટંકારા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ તથા ગ્રામજનોએ લાઇનો લગાવી દિધેલ.

હેલ્મેટ પહેરો અકસ્માતમાં બચો

ધો.૧૦ની વિદ્યાર્થીની બાર્રેયા હિમાંશી તથા દલસાણીયા એકતા દ્વારા હેલમેટ પહેરો અકસ્માતમાં બચો કૃતિ રજૂ કરાયેલ. આ બહેનો દ્વારા બાઇક, મોટર સાયકલ માટે એવી ડીવાઇસ બનાવી છે કે સ્કુટર હેલ્મેટ પહેરશો પછી જ બાઇક મોટર સાયકલ ચાલુ થાય તેમજ ચાલુ સ્કુટરે હેલમેટ કાઢી નાખો તો પંદર સેકન્ડમાં જ સ્કુટર બંધ થઇ જાય હેલમેટ સહિત પંદરસો રૂપિયાનો ખર્ચ થાય છે. હેલમેટ પહેરવાનું ભુલી જનાર માટે સુંદર ડીવાઇસ છે. વિદ્યાર્થીનીઓએ જણાવેલ કે હેલમેટ પહેરી હશે તો અકસ્માતમાં બચવાના ચાન્સીસ વધુ રહે છે. સંચાલક વિજયભાઇ ભાડજાએ અભિનંદન આપેલ.

(12:17 pm IST)