સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

છતરનો પવનચકીનો પ્રશ્ન ટંકારા મામલતદાર દ્વારા તાત્કાલીક ઉકેલાયો

ટંકારાતા.૧૩ : તાલુકાના છતરના ગ્રામજનોનો પવનચકીનો પ્રશ્ન મામલતદાર બી.કે.પંડયા દ્વારા તાત્કાલીક ઉકેલવામાં આવેલ. છતર ગામે બક્ષીપંચ તથા અન્ય લોકોને ૧૦૦વારના પ્લોટ ફાળવવામાં આવેલ નજીકમાં જ આવેલ પવનચકી તથા તેની ઇલે.હેવી લાઇન પસાર કરવાની કામગીરી ચાલે છે.

છતર ગામના ૧૦૦ ચો.વાર પ્લોટના મકાન માલીકો તથા દેવીપૂજકો દ્વારા મામલતદાર ટંકારાને રજૂઆત કરી કામગીરી અટકાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરેલ. ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલાએ મામલતદારશ્રીને લોકોની પરિસ્થિતિ અંગે વાકેફ કરેલ.

મામલતદાર બી.કે.પંડયાએ તરત જ છતર ગામની સ્થળ મુલાકાત લીધી અને જાણકારી મેળવી ગ્રામજનોનો પ્રશ્ન સાચો હોય મામલતદાર બી.કે.પંડયા દ્વારા કોન્ટ્રાકટરોને કામગીરી બંધ કરવા જણાવેલ. ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિહ ઝાલા પણ સ્થળ તપાસમાં જોડાયા અને તાત્કાલીક લોકોનો પ્રશ્ન હલ કરાવેલ. લોકોએ તેમનો આભાર માનેલ. સો જેટલા અરજદારોએ પવનચકીનો પ્રશ્ન ઉકેલાતા હાશકારો અનુભવેલ અને જયજયકાર કરેલ.(૪૫.૨)

(12:16 pm IST)