સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

મોરબીના ૪૨ લાખના ચેક રિટર્ન કેસના આરોપીનો નિર્દોષ -છુટકારો

મોરબી,તા.૧૩: મોરબીમાં ૪૨ લાખના ચેક રીટર્ન કેસ અંગે મોરબીની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી નો નિર્દોષ છુટકારો થયો છે.

મોરબીના વિજયભાઈ ગણેશભાઈ કાનાણીએ મહેન્દ્રનગર ગામના દિનેશભાઈ રામજીભાઈ લોરિયાને રૂ ૪૨ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપેલ જે અંગેનો ચેક ફરિયાદી વિજયભાઈ ગણેશભાઈ કાનાણીને દિનેશભાઈ રામજીભાઈ લોરિયાએ આપતા ચેક બેંકમાં રજુ કરતા વગર સ્વીકારયે ફંડસ ઇનસફીસીયન્ટના શેર સાથે પરત આવતા તે ચેક રીટર્ન થતા ફરિયાદી વિજયભાઈ ગણેશભાઈ કાનાણીએ દિનેશભાઈ રામજીભાઈ લોરિયા સામે મોરબીની ફોજદારી અદાલતમાં ફોજદારી કેસ નં ૪૦૮૪/૨૦૧૨ થી તા. ૦૩-૧૨-૨૦૧૨ ના રોજ નેગોશીયેબલ ઇનસ્ત્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ કરી હતી

આ કેસ ચાલી જતા મોરબીની અદાલતે દિનેશભાઈ રામજીભાઈ લોરિયા વતી રોકાયેલા મોરબીના ધારાશાસ્ત્રી રાજેશભાઈ જોશીની કાયદાકીય દલીલ અને પુરાવાઓ ધ્યાને લઈને દિનેશભાઈ રામજીભાઈ લોરિયાને નેગો. ઈ. એકટની કલમ ૧૩૮ ના તહોમતનામાથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

દિનેશભાઈ રામજીભાઈ લોરિયા વતી મોરબીના ધારાશાસ્ત્રી રાજેશભાઈ જોષી અને નીલેશપરી ગોસ્વામી રોકાયેલ હતા.

(12:16 pm IST)