સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ઉનાથી વરસીંગપુર અતિ બિસ્મારરોડ રીપેર કરવા એનસીપી દ્વારા આવેદન

ઉના તા.૧૩ : નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી તાલુકા મુખ્ય સંયોજક રાજુભાઇ ગટેચા, પ્રવિણભાઇ, રાણાભાઇ મકવાણા સહિત વરસીંગપુર ગામના આગેવાનોએ ઉના પ્રાંત કચેરીએ જઇ ગુજરાતના ના.મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને સંબોધીને લખેક આવેદનપત્ર અધિકારીને આપી માંગણી કરેલ છે કે ઉનાથી વરસીંગપુર એલમપુર જતો રોડ છેલ્લા ૧૦ વર્ષથી બિમિાર છે વરસાદને લીધે મોટા ખાડાઓ છે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ દર્દીને લઇજવા ભારે મુશ્કેલી પડે છે તેથી વહેલી તકે રોડના ખાડા બુરી ઉંચો પેવર ડામર રોડ કરવા માંગ કરી છે તા.૧-ર-૨૦૨૦ સુધી નવો રોડ નહી બને તો આંદોલન કરવાની ચિમકી આપી છે.

મધ્યગીરમાં આવેલ પૌરાણીક તુલશીશ્યામ તિર્થધામ છે શ્યામ ભગવાનનુ મંદિર છે. ત્યા છેલ્લા ૩૦ વર્ષથી એસટી બસ સ્ટેશનનો પોઇન્ટ તથા બસસ્ટેશન બનેલ હતુ પરંતુ જાળવણીના અભાવે ખંઢેર થઇ ગયુ હતુ. યાત્રાધામમાં સમગ્ર ગુજરાતભરની એસટીની બસો આવક જાવક કરે છે રાત્રે રોકાણ કરે પરંતુ મુસાફરોને બેસવા કોઇ વ્યવસ્થા નથી જર્જરીત એસટી બસ સ્ટેશન પાડી નવુ બાંધવા લોકોની યાત્રિકોને સુવિધા આપવા માંગણી કરી છે.

(12:15 pm IST)