સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

તળાજા નાગરિક બેંકની મોટર સાયકલની કર્મચારીના ઘરેમાંથી ચોરાઇ

ભાવનગર,તા.૧૩:તળાજા શહેરમાં બાઈક અને બાઈકમાંથી પેટ્રોલ ચોરનો તરખરાટ બરકરાર રહ્યો છે.શહેરની નાગરિક સહકારી બેંક ના કર્મીને બેંક દ્વારા આપવામાં આવેલ બાઇલ દ્યના ફળિયા માંથી રાત્રીના વાળું કરવાના સમયે કોઈ ચોરી જતા આજે તેર દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે.

શહેરના મારુતિ નગર ખાતે રહેતા અને નાગરિક બેંકના કર્મચારી ચિથરભાઈ જીવનભાઈ લાધવા ઉવ ૫૯ ને બેંક તરફ થી મો.સા.જીજે ૪સીસી ૫૯૮૮ બેકિંગ કામ સબબ આપવામાં આવેલ. ગત તા.૨૮/૧૨ના રોજ પોતાના રહેણાંકના મકાનના ફળિયા માં રાત્રીના  કોઈ અજાણ્યો તસ્કર બાઈક ચોરી ને જતો રહેલ તેવા મતલબની બેંક કર્મીએ ફરિયાદ આપતા રાજભા ગોહિલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

નોંધનીય છેકે મારુતિ નગર પોષ વિસ્તારમાં આવે છે. અહીં વાળું કરવાના સમયે બાઈક ની બિન્દાસ્ત ચોરી થવી એ આ વિસ્તારના રહીશો માટે ચિંતા નો વિષય છે.એ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાંથી બાઈક માંથી પેટ્રોલ ચોરવાના બનાવો પણ બની રહ્યા છે.

આથી જાન માલ ની સલામતી માટે સીસીટીવી કેમેરા હોય તો કોઈપણ ગુન્હે ગાર બે નકાબ થઈ શકે.અને ગુન્હો બનતા અટકી શકે છે.

(12:15 pm IST)