સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

દીનદયાળ પોર્ટ (કંડલા)ને સ્ટાર ઇન્ડસ્ટ્રી એવોર્ડ

રાજકોટઃ ઇટી, ટાઇમ્સ નાવ દ્વારા દિલ્હી ખાતે સ્ટાર ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ  એવોર્ડ સંદર્ભે 'બેસ્ટ ઓફ ધ યર'નો એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રની ૨૦૧૮-૧૯ ના વર્ષની કામગીરી બદલ કંડલા પોર્ટને એવોર્ડ અને પ્રશસ્તી પત્ર આપવામાં આવ્યો હતો. જે માટે પોર્ટ ચેરમેન એસ.કે.મહેતાએ આ ઉપલબ્ધી બદલ પોર્ટના ટ્રસ્ટીગણ, ઉપભોકતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, યુનીયનને શુભકામના પાઠવી હતી. દીનદયાલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ૧૧૯ એમએમટીનું લક્ષ્યાંક પણ પૂર્ણ કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.

(12:13 pm IST)