સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

વડિયામાં બ્લોક રોડનું ખાતમુહૂર્ત

વડિયાઃ સુરગપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ ખરાબ હાલતમાં હતો ત્યારે વડિયા કુંકાવાવ તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા દ્વારા આયોજનની મીટીંગ રજુઆત કરવામાં આવેલ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડિયા દિવ્ય ધામ સ્વામીનારાયણ મંદિર આનંદ સ્વરૂપ દાસ સ્વામી દ્વારા ખાતમુહૂર્ત કરાયું જેમા વડિયા ગ્રામપંચાયત ના ઉપ સરપંચ છગનભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા, બ્રહ્મ સમાજ પ્રમુખ અશ્વિનભાઇ મહેતા, છગનભાઈ હીરપરા, મનિષભાઇ ઢોલરીયા, સાથે સાથે વડિયા વિનાયક સ્કૂલ ના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વડિયા શહેરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે તસ્વીર.(તસ્વીરઃ અહેવાલ દિવ્યાંગગીરી ગોસાઈ. વડિયા)

(12:10 pm IST)