સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

મુન્દ્રાના પાસે ૨૦ લાખનો દારૂ ભરેલી ટ્રક પકડાઇ

ભુજ,તા.૧૩: પશ્ચિમ કચ્છ એલસીબીએ મુન્દ્રાના મોખા ચોકડી પાસેથી પૂર્વ બાતમીના આધારે ૨૦ લાખના દારૂ સાથે ભરેલી ટ્રક સહિત ૨૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. એલસીબી પીઆઇ એમ.જે. ગોંડલીયા અને પીએસઆઇ એસ.જે. રાણા સહિતની એલસીબી ટીમે હરિયાણા પાસિંગની આઈશર ટ્રકમાંથી ૨૦ લાખ ૫૮ હજારનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ઉપરાંત ૬ હજાર રોકડા, મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ ૨૮ઙ્ગ લાખ ૧૫ હજારના મુદ્દામાલ સાથે બે પંજાબી શખ્સોને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા અરુણ જગદીશસિંઘ રાણા, મોહાલી, પંજાબ અને જીતેન્દ્ર નરેશ ત્યાગી, ચંદીગઢ, પંજાબ ની પોલીસે ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો? તે વિશે ટૂંક સમયમાં મોટા કડાકા ભડાકા થશે. બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી દ્વારા થઈ રહેલ કડક કાર્યવાહીને પગલે કચ્છમાં બુટલેગરો, ખનિજ માફિયાઓ, કોલ માફિયાઓ અને ભૂ માફિયાઓમાં દેકારો મચી ગયો છે. જોકે, આડેસર અને સામખીયાળી સહિતની પૂર્વ કચ્છની બબ્બે ચેકપોસ્ટ વટાવીને દારૂ ભરેલી ટ્રક મુન્દ્રા જે રીતે પહોંચી તે જોતા જવાબદારની  ભૂમિકા પણ ચર્ચામાં છે.

(12:09 pm IST)