સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

વીરપુરવાસીઓ કાવાની ચુસ્કી સાથે ઠંડીની મોજ માણી

 વીરપુરઃ સમગ્ર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હાડઙ્ગ ધ્રુજાવતી ઠંડી છેલ્લા કેટલાય દીવસથી પડી રહી છે,સમગ્ર સૌરાષ્ટ્ર જાણે કાશ્મીર બન્યું હોય તેમ હાડ ધ્રુજાવતો ઠંડો પવન દિવસભર ફૂંકાઈ રહ્યો છે ત્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં લોકો ગરમ નાસ્તો કે ઠંડીમાં ગરમા ગરમ ચાની ચુસ્કિઓ મારતા બજારમાં નજરે પડે છે પરંતુ ગરમા ગરમ ચા નાસ્તા સાથે સાથે ગરમા ગરમ આયુર્વેદિક કાવો પીવાની પણ અલગ મજા હોય છે, શરીર માટે ફાયદાકારક આયુર્વેદિક કાવો કે જે બુંદીદાણા, ફુદીના,આદુ,લીંબુ,તુલસીના પાન તેમજ મરી મસાલો નાખીને બનાવવામાં આવતો કાવો શિયાળાની ઋતુમાં લોકોને ઠંડીમાં રાહત મળે છે ત્યારે વીરપુર જલારામધામમાં નવરંગ સોડા સોંપ પર ગરમા ગરમ આયુર્વેદિક કાવાની ચુસ્કિઓની મજા માણતા યુવાનો તસવીરમાં નજરે પડે છે.(તસવીરઃ કિશન મોરબીયા. વીરપુર)

(12:07 pm IST)