સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ગોંડલ : શિયાળુ પાક માટે ઓઝત ડેમમાંથી પાણી છોડવા રમેશભાઇ ધડુકની રજૂઆત

ગોંડલ તા.૧૩ : શિયાળુ પાકની સિઝન માટે ઓઝત ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે ઓઝત નદીમાં પાણી છોડવા બાબતે સાંસદ રમેશભાઇ ધડુકે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવેલ કે મતવિસ્તારના ૪ તાલુકા વંથલી, કેશોદ, માંગરોળ અને કુતિયાણાની હજારો એકરની જમીનના લાખો કયુબીક ટનની શિયાળુ પાકની સીઝન માટે ઓઝત વિયર વંથલી ડેમમાંથી ખેડૂતોને સિંચાય માટે ઓઝત નદીમાં પાણીની જરૂરિયાત છે. જો આ વર્ષે ઓઝત નદીમાં વધારાનુ સિંચાઇનું પાણી પુરૂ પાડવામાં આવે તો આ સિંચાઇના પાણીથી તમામ શિયાળુ પાકોને જીવનદાન મળી રહેશે તથા ખેડૂતોની આવકમાં તથા વિસ્તારના કૃષિદરમાં વધારો થશે જેનો સીધો ફાયદો હજારો ખેડૂતોને થવાનો છે. મતવિસ્તારના ખેડૂતો, સંસ્થાઓ, મંડળીઓ અને આગેવાનોની રજૂઆતને ધ્યાને લઇ તથા શિયાળુ પાકની સીઝનને ધ્યાને લઇ સત્વરે ઓઝત વિયર વંથલી ડેમ માંથી ઓઝત નદીમાં પાણી છોડવા માંગણી કરી છે.

(12:06 pm IST)