સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ગોંડલ એમ બી કોલેજ દ્વારા એનએસએસ કેમ્પ યોજાયો

ગોંડલ,તા.૧૩: મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ ની રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા વાર્ષિક શ્રમ અને આરોગ્ય શિબિર ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના કબીર આશ્રમ ખાતે કરવામાં આવી હતી. આ શિબિરમાં પૂજય મુકતાનંદજી સ્વામી, નગરપાલિકાના સદસ્યો, લો કોલેજના ચેરમેન, સામાજિક અગ્રણીઓ, સરપંચો, તલાટી મંત્રીઓ અને કોલેજના વાઇસ પ્રિન્સિપાલ વી એમ ગોહિલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

પ્રાસંગિક ઉદ્દબોધન પ્રિન્સિપાલ ડો. સહદેવસિંહ ઝાલાએ કર્યું હતું. શિબિરની માહિતી ડો. ડી એમ દોમડીયા દ્વારા અપાઈ હતી, સાત દિવસની શિબિર દરમિયાન માનવ સર્વરોગ નિદાન કેમ્પ, મફત ચશ્મા વિતરણ, બાળ તંદુરસ્તી હરીફાઈ, પશુ સારવાર તથા નિદાન, સ્વચ્છતા અભિયાન, રમતગમત સ્પર્ધા તેમજ શિબિરાર્થીઓની વિવિધ પ્રવૃત્ત્િ।ઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:03 pm IST)