સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

મોરબીમાં ઉતરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે પાંચ જગ્યાએ પક્ષી કલેક્શન કેમ્પ

હેલ્પલાઇન 75748 68886 અને 75748 85747 પર સંપર્ક કરી શકાય

મોરબીમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા અને સારવાર પુરી પાડવા મોરબીમાં બર્ડ હેલ્પલાઇન અને ઘાયલ પક્ષી આપવા માટે અલગ અલગ 5 જગ્યાએ પક્ષી કલેકશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ખાતે ૧.રવાપર ચોકડી, ૨. ઇન્ડ્સ બેન્કની સામે-રવાપર રોડ, ૩. નહેરુ ગેટ ચોક, ૪ ગેંડા સર્કલ-મોરબી 2 અને ૫.સુપર માર્કેટ સામે -સનાળા રોડ મોરબી ખાતે કલેક્શન કેમ્પ કાર્યરત રહેશે આ ઉપરાંત જે કોઈ જગ્યાએ પક્ષી ઘાયલ થાય તો એ જગ્યાએથી વિનામૂલ્યે પક્ષીને લઇ જવા માટે કર્તવ્ય એનીમલ હેલ્પલાઇનનો સંપર્ક કરવા સંસ્થા દ્વારા જાહેરને અપીલ કરવામાં આવી છે વધુ માહિતી માટે કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન 75748 68886 અને 75748 85747 પર સંપર્ક કરવા જણાવ્યું છે

(11:57 pm IST)