સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

વાંકાનેરના લુણસર ગામે વાડીના સેઢા પાસે થાંભલા નાખવા બાબતે મારામારી

ગાળો બોલી લોખંડના પાઈપ વડે માર માર્યો

વાંકાનેરના લુણસર ગામના શામજીભાઈ મગનભાઈ ઘોરણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીની બાજુમાં આરોપીની વાડી જમીન આવેલ હોય જેમાં આરોપીઓ માપણી શીટ વગર ફરિયાદીની વાડીના સેઢા પાસે સિમેન્ટ થાંભલા નાખતા હોય જેથી ફરિયાદીએ થાંભલા નાખવાની ના પાડતા આરોપી પંકજ ખીમજી કોળી, ખીમજી ખોડીદાસ કોળી, દિનેશ લાલજી કોળી, મણીલાલ ખોડીદાસ કોળી (રહે બધા લુણસર )એ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી લોખંડના પાઈપ વડે મારી સાહેદ ભીખાભાઈ મગનભાઈને ઈજા કરી તેમજ અન્ય આરોપીએ ફરિયાદીને પગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

(11:51 pm IST)