સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

હળવદમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ-ફીરકીની ખરીદી : વેપારીઓમાં ઉત્સાહનો માહોલ

છેલ્લી ઘડીની ખરીદી માં તેજી નીકળતા વેપારીઓ ગેલમાં

હળવદ : મકરસંક્રાંતિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ છતાં મંદીના માહોલમાં પતંગોની ખરીદી ઓછી થઇ રહી હોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી.પરતુ ઉત્તરાયણ આડે બે દિવસ બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માં તેજી નીકળતા વેપારીઓ ગેલ માં આવી ગયા હતા.

ઉતરાયણ હોય અને હળવદ આગળ ના હોય તેવું બની ન શકે પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવા પતંગોની સાથે અવનવી એસેસરીઝ પણ જોવા મળી રહી હતી પરંતુ પતંગ માર્કેટમાં ધોમ પ્રમાણમાં પતંગો અને ફીરકી ઓનું વેચાણ થયું છે

(11:47 pm IST)