સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

મોરબીની સુદર્શન પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવો: જીલ્લા કલેકટરને રજૂઆત કરી

નગરપાલિકાની મંજુરી લીધા વિના બાંધકામ શરુ કરી ચાર માળના મકાનનું બાંધકામ શરુ !!

મોરબીના સુદર્શન પાર્ક સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા અરજદારે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે

મોરબીની સુદર્શન પાર્ક સોસાયટીના રહેવાસી ભાઈલાલભાઈ જીવરાજભાઈએ જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે સુદર્શન પાર્ક સોસાયટીના પ્લોટ નં ૦૪ અને ૫ માં ગેરકાયદેસર રીતે નગરપાલિકાની મંજુરી લીધા વિના બાંધકામ શરુ કરી ચાર માળના મકાનનું બાંધકામ શરુ કરેલ છે જે બાંધકામ તાત્કાલિક બંધ કરાવી બાંધકામ ખસેડવા માટે સોસાયટીના રહીશોની સહીથી તા. ૧૬-૧૧-૧૯ ના રોજ અરજી કરેલ તેમજ નગરપાલિકા દ્વારા તા. ૨૬-૧૧-૧૯ ના પત્રથી બંને ભાગીદારોને બાંધકામ પ્રવૃત્તિ બંધ કરી દિવસ ૭ માં લેખિત જાણ કરવા સુચના આપી હતી

અને ત્યારબાદ ગત તા. ૦૫-૧૨-૧૯ ના રોજ ચીફ ઓફિસરને બાંધકામ બંધ કરાવવા રજૂઆત કરી હતી અને તા. ૩૦-૧૨-૧૯ ના રોજ પણ અરજી કરી હતી છતાં કોઈ પગલા લેવાયા નથી જેથી આવેદન પત્રથી તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે આ બાંધકામ પ્લોટ એરિયા નિયમ મુજબ ખુલ્લી જગ્યા છોડ્યા વિના ૧૦૦ ટકા બાંધકામ ચાલી રહ્યું છે જે સરકારના નિયમો વિરુદ્ધ છે તાત્કાલિક બાંધકામ ખસેડવા યોગ્ય કરવા માંગ કરી છે

(11:45 pm IST)