સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th January 2019

રાજકોટની બાળાને ઉઠાવીને સુરેન્દ્રનગરના દુધરેજમાં દેહ વેપાર કરાતાનો પર્ર્દાફાશ

સુરેન્દ્રનગરની સલમા દ્વારા બળજબરીથી દેહ વેપાર કરાવવા મજબૂર કરાતી હોવાની બાળાની પોલીસ સમક્ષ કબૂલાત

વઢવાણ, તા. ૧પ :  સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પાસે ૧૦ વર્ષની બાળાને સલમા નામની યુવતીએ જાહેર માર મારતા લોકો એકઠા થઇ ગયેલ અને બાળાની લોકોએ પુછપરછ કરતા પોતાને રાજકોટથી સલમા નામની યુવતી ઉઠાવીને બળજબરીથી દેહ વેપાર કરાવતી હોવાનું જણાવેલ  હતું પોતાને આજી ડેમ પાસેથી  યુવતી ઉઠાવી ગયાનું બાળાએ વધુમાં જણાવેલ હતું. લોકોએ બાળાની યાતના જાણતા તે દરમિયાન યુવતી અને તેનો પતિ નાસી ગયેલ છે.

લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે  બાળાની પુછપરછ કરતા તેમને ધામધમકી આપી દેહ વેપાર કરવાતો હતો અને સલમાનો પતિ પણ બાળા સાથે અવર-નવાર દુષ્કર્મ કરતો હતો. બાળાને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપેલ છે. સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)