સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th January 2019

આટકોટ- પાંચવડામાં સમણ શ્રુતપ્રજ્ઞજીની શિબિરો

જસદણ : નવી પેઢીમાં ટેલેન્ટ છે, પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે એ જીવનની ખોટી રાહ પકડે છે. આજની પેઢીને કંઈક વિશેષ અને નવું કરવું છે પણ તેની પાસે સમર્થ મેન્ટર નથી. એટલે જ આજની પેઢી કન્ફયુઝ છે. અર્જુનને કૃષ્ણ મળી ગયા, હનુમાનને જામવંત મળી ગયા,વિવેકાનંદને રામકૃષ્ણ મળી ગયા, ગાંધીને શ્રીમદ્દ રાજચંદ્ર મળી ગયા અને એટલે એ કંઈક બની શકયા. આજનું જનરેશન આવા મેન્ટરના અભાવે દિશાભ્રમિત છે. આ વિચારો પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજીએ પાંચવડા વિદ્યા આરંભ અને આટકોટની ડી.બી. પટેલ હોસ્ટેલમાં શિબિર દરમ્યાન રજુ કાર્ય હતા.

સમણ શ્રુતપ્રજ્ઞજી રાજકોટમાં પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન ચલાવે છે, તેઓ ૩૦થી વધુ દેશોમાં યાત્રા કરી લોકોને એમની આંતરિક શકિતઓથી પરિચિત કરાવે છે.   તેણે ત્રણ દિવસ સુધી અહીં વિદ્યાર્થીઓની શિબિર લઇ રહ્યા છે.  આત્મ વિશ્વાસ કેમ જાગે, સત્ય અને પ્રામાણિકતા જેવા મૂલ્યો પ્રત્યે નિષ્ઠા કેમ વધે, પોતાની અંદર છૂપાયેલી ક્ષમતાને બહાર કેમ લાવી શકે એવા યોગ અને ધ્યાન આધારિત પ્રયોગો વળે અને અસરકારક પ્રવચનો દ્વારા સાત્વિક કાર્ય કરી રહ્યા છે. એનાથી બાળકોમાં ખૂબ હકારાત્મક પરિણામો આવી રહ્યા છે. શિબિર યોજાઈ તે તસવીર. (તસવીર અહેવાલઃ ધર્મેશ કલ્યાણી જસદણ)

(12:04 pm IST)