સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th December 2019

ખંભાળીયા પંથકમાં ખનિજ માફિયાઓ બેફામ બોકસાઇટ ભરેલો ટ્રક છોડાવી ભાગી છુટયા

ચરકલા નજીક ખાણ કર્મી ઉપર હુમલો કરતા ટ્રક માલિક ચાલક વિરૂદ્ધ ફરજમાં રૂકાવટની ફરીયાદ

ખંભાળીયા તા. ૧૪ : કલ્યાણપુર તાલુકાના લીંબડી ચરકલા રોડ પર ખાણખનિજ વિભાગના અધિકારીએ ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર બોકસાઇટ ભરેલો ટ્રક પકડતા કારમાં આવેલા શખ્સ અનિજવિભાગના અધિકારી ઉપર ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રક છોડાવી નાશી જતા ટ્રક ચાલક સહિત બે વિરૂદ્ધ ફરજ રૂકાવટ સહિતની ફરીયાદ કલયબારાડી પંથક બોકસાઇટ માટે જાણીતું છે છેલ્લા કેટલાક સમયથી ખાણખનિજ વિભાગના કડક વલણને કારણે બોકસાઇટ, લાઇમ સ્ટોનનું ગેરકાયદેસર કરવામાં આવતું ખનન બંધ કરાવવામાં આવ્યં હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી છાનાખુણે બોકસાઇટનો ધંધો શરૂ કરવામાં આવતા દ્વારકા જિલ્લા ખાણખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યું છે.

ગત રોજ ખાણખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટર મોહમદ સોહેલ જાકીર, હુશેન મેમણ તથા અનાય એક કર્મી રાત્રીના આઠેક વાગ્યે લીબડી-ચરકલા રોડ પર ચેકીંગમાં હોય ત્યારે જી.જે.૧૦ ટીવી પપ૬૯ નંબરના બોકસાઇટ ભરેલો ટ્રક પસાર થતા તેની રોકી તપાસ કરવામાં આવતા બોકસાઇટ રોયલ્ટી વગરની ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું આથી ઝડપાયેલા ટ્રકને જપ્ત કરી લઇ જવામાં આવતો હતો ત્યારે ટ્રક માલીક કારમં ધસી આવી ધોકા વડે સાહેદ પર હુમલો કરી ધાકધમકી આપી ટ્રક કબ્જામંથી છોડાવી નાશી જતા ઉપરોકત ફરીયાદીએ કારમાં આવેલ ટ્રકનો માલિક ભાવેશ વિકમશી ચાવડા તથા ટ્રક ચાલક વિરૂદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિતની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ ઝેઙએલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.

દ્વારકામાં સામાન્ય બાબતે યુવાન પર હુમલો

દ્વારકામાં પ્લોટની જગ્યા જોવા આવેલા યુવાન પર મહિલાઓ સહીત પાંચે હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે. દ્વારકાના વરવાળા ગામે રહેત મેહુલ નારૂભાઇ માપાણી (ઉ.ર૧) નો યુવાને દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ભથાણ ચોકમાં આવેલી સીટી સર્વે નં.ર૬૮૮ વાળી જગ્યાના પ્લોટ નં. ૩૯ તેમના મીત્રો સાથે મળવા ગયા હતા ત્યારે બાજુમાં જુના ભાડુઆત તરીકે રહેતા મોહન રામદાસ ગોંડલીયા સારૂ નહી લાગતા અહી જગ્યામાં કેમ આવ્યાછો કહી મોહનરામદાસ ગોંડલીયા મિથીલેશ મોહન ગોંડલીયા, મોનભાઇના પત્ની અને બે પુત્રીએએ સાથે મળી બેઝ બોલના ધોકાથી માર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જો તું અહી આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ વી.વી.વાગડીયા ચલાવી રહ્યા છે.

સયાલામાં જુગાર રમતા ચાર ઝડપાયાઃ બે ફરાર

સલાયામાં રાવરપીરની દરગાહ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રકડા ૧૯૧૦, બે મોટર સાઇકલ મળી કુલ રૂ.૭૧.૯૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જયારે બે શખ્સો નાસી છુટતા તમામ વિરૂદ્ધ ગુનો નોંધલ કાર્યવાહી હાથ ધરી છે.

સલાયા મરીન પોલીસને ચોકકસ બાતમી મળેલ હોય કે રાવરપીરની દરગાહ પાછળ કેટલાક શખ્સો જાહેરમાં તિનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે બાતમીના આધારે રેઇડ કરતા જુગાર રમી પૈસાની હારજીત કરતા અલીહમીદ ભાયા, દાઉદ કરીમ સુભળીયા, અયાજ કાસમ સંઘાર, સીદીક અજીજ મોડા ચારેયને રોકડા ૧૯૧૦ તથા મોટર સાઇકલ બે મળી કુલ રૂ.૭૧.૯૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જયારે ઇમરાન ઇસ્માઇલ ભાયા, હશન અભુ બન્ને નાશી છુટતા તેમની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાવલની બ્રાંચ શાળામાંથી પ્રોજેકટરની ચોરીની ફરીયાદ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની બ્રાંચ સ્કુલમાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂમમાં રાખેલું પ્રોજેકટ ચોરી કરી ગયો હોવાની ફરીયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ રાવલની સરકારી બ્રાંચ શાળાના આચાર્ય વેણીલાલ વીરમભાઇ શીંગરખીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવેલી છે. કે ગત તા. ૭ થી ૯ ની વચ્ચે કોઇ અજાણ્યો ઇસમ સ્કુલમાં પ્રવેશ કરી પ્રોજેકટર રૂમના દરવાજાને ધકકો મારી અંદર રાખેલું પ્રોજેકટર કિ. રૂ.ર૦,૦૦૦નું ચોરી કરી જતા પોલીસે ગુનો નોંધી શસ્ખની શોધખોળ હાથ ધરી છે.(

(1:34 pm IST)