News of Saturday, 14th December 2019
ભચાઉ વનવિભાગે ઝડપેલી કોલસાની ટ્રક ત્રણ ઈસમો દાદાગીરીથી ઉપાડી જતાં ચકચાર
ભુજ,તા.૧૪: ભચાઉ વનવિભાગ દ્વારા ગત અઠવાડિયે ઝડપાયેલી ટ્રક બળજબરીથી ઉપાડી જવાની ચર્ચાએ કચ્છમાં ચકચાર સર્જી છે. આ અંગે ચર્ચાતી હકીકત મુજબ ભચાઉ મધ્યે રેલવે ફાટક પાસેથી ગત ૫ ડિસેમ્બરે આધારપુરાવાઓ વગર બાવળના કોલસા ભરેલી ટ્રક ઝડપાઇ હતી.
વનતંત્ર દ્વારા આ ટ્રકને કચેરીએ લઈ આવવા માટે અંદર બે કર્મચારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, તે દરમ્યાન ટ્રક ચાલક અને અંદર બેઠેલા અન્ય બે શખ્સો સહિત ત્રણ જણાઓએ દાદાગીરી કરીને વનતંત્રના બે અધિકારીઓને નીચે ઉતારી મુકયા હતા.
અને કોલસા ભરેલી ટ્રક હંકારી ગયા હતા. ગત અઠવાડિયે બનેલ આ બનાવ અત્યારે ચર્ચામાં આવ્યો છે. જોકે, આ અંગે વનવિભાગ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
(10:14 am IST)