સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th December 2018

મંગળવારથી ગ્રામીણ ડાક સેવકોની બે મુદતી હડતાલ

પગાર સહિતના પ્રશ્નોઃ ગામડાઓમાં કામગીરી ખોરંભાશેઃ રાજકોટમાં ઓલ ઇન્ડીયા પોસ્ટલ યુનિયન નહી જોડાય

રાજકોટ તા. ૧૪ : ગ્રામીણ ડાક-સેવક આગામી તા.૧૮ થી અનેક પ્રશ્નો બાબતે બે યુનિયનોએ બે મુદતી હડતાલનું એલાન આપેલ છે પરંતુ રાજકોટ ડીવીઝન ઓલ ઇન્ડીયા પોસ્ટલ એમ્પ્લોયઝ યુનિયન સંસ્થા સાથે જોડાયેલું હોય તો રાજકોટ ડીવીઝનના ગ્રામીણ ડાક સેવકો આ હડતાલમા નહી જોડાયા.

દરમિયાન અન્ય બે યુનિયનો દ્વારા અપાયેલી હડતાલ એલાનને કારણે રાજકોટ જીલ્લામાં અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ટપાલ મનીઓર્ડર-સહિતની કામગીરીમાં મૂશ્કેલી ઉદ્દભવશે તેવો દાવો કરાયો છે, પગાર-તથા અન્ય કેટલીય માંગણીઓ સાથે હડતાલનું એલાન અપાયું છ.ે(૬.૧૨)

 

(11:56 am IST)