માળીયા મિંયાણા પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકોના છેલ્લા શબ્દો... હાલ રાડુ પાડ...કવ્વાલીના નાદ
કાલે સાંજે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડા ગામ પાસે કોઠાવારા પીરની જગ્યાએ સલામ આપવા જઇ રહેલા મોરબીના જોન્સ નગર વિસ્તારમાં રહેતા મુસ્લીમ યુવકો સીદીક હુસેનખા, મહેબુબ હસન ભટ્ટી, અક્રમ નાસીર પઠાણ, ભાવેશ નારાયણ કોળી અને રીયાઝ ઇબ્રાહીમ ઘાંચીની કાર માઇલ સ્ટોન સાથે ધડાકાભેર અથડાતા ૩ યુવકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. આ યુવકો કારમાં જઇ રહયા હતા ત્યારે પોતાનો વિડીયો મોબાઇલથી ઉતારી રહયા હતા. જેમાં એક તરફ કવ્વાલીના નાદ ગુંજી રહયા હતા તો બીજી તરફ આ યુવકો હાલ રાડુ પાડ ... શબ્દો પણ સંભળાતા હતા અને ત્યાર બાદ આ કાર ધડાકાભેર અથડાઇ હતી. તસ્વીરમાં અકસ્માતનો ભોગ બનેલ યુવકો કારમાં કવ્વાલીની મજા માણી રહેલા નજરે પડે છે. જે વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે તેની તસ્વીર.