સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

વઢવાણના બલદાણામાં પેટ્રોલ પંપના માલીક લાલુભાની હત્યામાં યુવતિની સંડોવણી ખુલી

 વઢવાણ, તા. ૧૪ : તાલુકાના બલદાણાના ગામના વેપારી લાલુભાની રૂ. ૩ લાખના ઉપાડની ઉધરાણી મામલે બલદાણાના વેપારીની હત્યાના બનાવમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે રીમાન્ડ પર તપાસ કરતા ચકચાર બનાવમાં એક યુવતીના પર્દાફાશ થતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. અંતે હત્યાને અંજામ આપનાર આ યુવક અને યુવતીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં.

વેપારીની હત્યામાં પોલીસે એક શખ્સને બદલાણામાંથી ઝડપી લીધો હતો. રૂ. ૩ લાખ ઉપાડી આપેલા પૈસાની ઉઘરાણી બાબતે થયેલી હત્યાના મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના લકીવાડ તાલુકાના તડાયા ભુરો જુજારભાઇ નાદલાભાઇ બંડેથીયા હોવાનું ખૂલ્યું હતું. આ કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રીમાન્ડ પર તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમા વઢવાણ પીએસઆઇ આર.બી. સોલંકી, સહદેવસિંહ પરમાર, જગદીશભાઇ સિંધવેશ્રી ગોહિલ, વસંતીબેન બીખલવાડ વગેરે ટીમોએ કાર્યવાહી કરી હતી. જેમા ભુરાના ફુવા રમેશભાઇની જ દિકરી પણ આ હત્યામાં સંડોવાયેલી હોવાનો પર્દાફાશ થતા પોલીસ પણ ચુકી ઉઠી છે. ર૦ વર્ષની રેલમબેન રમેશભાઇ બામણીયા હોવાનું ખુલ્યુ હતું ત્યારે ભુરો અને રેલમે સાથે મળીને વેપારી લાલુભાને ધારીયાના એક ઘા ઝીંકી દઇને અને રૂમાલનો ગળે ટુપો દઇને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ભુરો જુજારભાઇ બડેથીયા અને રેલમબેનને જેલ હવાલે કરી દીધા હતાં.

બલદાણામાં આવેલ અંબારામભાઇ પટેલની વાડીમાં પહોંચેલા ભુરો અને રેલમબેને લાલુભાનાની ધારીયુ અને રૂમાલ દ્વારા હત્યા કરી હતી. હત્યામાં વપરાયેલ ધારીયુ બાજુમાં આવેલ ભીખાભાઇ પટેલની વાડીના કુવામાં ફેંકી દીધુ હતું.

બદલાણાના ખેતરોમાં કામ કરીને પેટીયુ રળતા પરપ્રાંતિય પરિવારમાં ભુરા જુજારાભાઇની ઉંમર રર છે જયારે ભુરાના ફુવા રમેશભાઇની દિકરી રેલમની ઉંમર ર૦ છે. ત્યારે ખેતરમાં ખેલાયા ખેલમાં લાલુભા અશ્વારની હત્યામાં આ બન્ને કુંવારા યુવક યુવતીની જિંદગીઓ હત્યામાં ફરી ગઇ હતી.

બલદાણામાં ખતેરમં વેપારીની હત્યા બાદ તેમનો મોબાઇલ પણ હત્યારાઓ લઇ ગયા હતાં જે તપાસમાં પોલીસે મૃતકનો મોબાઇલ તેમજ હત્યામાં વપરાયેલ હથીયાર કબ્જે કર્યું હતું.

(4:11 pm IST)