સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ટંકારામાં બંધ મકાનમાંથી ૧૦ હજાર અને દાગીનાની ચોરીઃ અન્ય ૪ જગ્યાએ ચોરીનો પ્રયાસ

 ટંકારા તા.૧૪ : ટંકારામાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ૧૦ હજારની મત્તા ચોરી ગયા હતા. તસ્કરોએ અન્ય ચાર જગ્યાએ પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ ભાગવુ પડયુ હતુ.

મળતી વિગતો મુજબ ટંકારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મુકેશભા તકુભા ગઢવીના મકાનમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી, કબાટ તોડી રોકડ રૂ.૧૦ હજાર સહિત સોનાનુ ડોકીયુ, સોની વીંટી, ચાંદીના સાંકળા, ચાંદીની પોંચી વિગેરે ચોરી ગયેલ છે. તસ્કરોએ નાસ્તો પણ કર્યો હતો. મુકેશભા ગઢવી ભાડાના મકાનમાં રહે છે અને રાજકોટ દવા લેવા ગયેલા અને રાત રોકાતા તસ્કરોએ આ મકાનને નિશાન બનાવ્યુ હતુ.

તસ્કરોએ બાજુમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા ઉમેશ દુબરીયાના મકાનમાં ચોરીનો પ્રયાસ કરેલ. ત્યારબાદ તસ્કરો સરદારનગરમાં પણ ત્રાટકેલ પરંતુ લોકો જાગી જતા નાસી ગયેલ. આ ઉપરાંત બે ખાનગી સ્કુલોમાં પણ ચોરીનો પ્રયાસ થયેલ પરંતુ ચોકીદાર જાગી જતા તસ્કરો નાસી ગયેલ હતા.

(4:10 pm IST)